રાજ્યમાં વિરામ બાદ આજે ભારે વરસાદની આગાહી છે. હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે, દક્ષિણ ગુજરાત તેમજ બંગાળાની ખાડીના ઉત્તર પશ્ચિમ, દક્ષિણ છત્તિસગઢ અને દક્ષિણ ઓડિશામાં સાઇક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સર્જાઈ છે.
વરસાદી સિસ્ટમ 8મી ઓગસ્ટે ગુજરાત સુધી પહોંચતા રાજ્યનાં વાતાવરણમાં ભારે પલટો આવી શકે છે. જેના કારણે 8મી ઓગસ્ટથી પાંચ દિવસ સુધી દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત સહિતના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.
10મી ઓગસ્ટે તો અમદાવાદ સહિતના રાજ્યના તમામ વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. ભારે વરસાદના એંધાણ જણાતા વડોદરા સહિત અસરગ્રસ્ત જિલ્લાઓમાં બચાવ કામગીરી માટે એનડીઆરએફ અને એસડીઆરએફની 17 ટુકડીઓ ડીપ્લોય કરાઈ છે તથા એક ટુકડી ગાંધીનગર સ્ટેન્ડ ટુ રાખવામાં આવી છે.