રાજ્યમાં આગામી બે દિવસમાં વાવાઝોડા સાથે ભારે પવન ફુકાવવાની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં આગામી બે દિવસ સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે. જેથી દક્ષિણ ગુજરાતના માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામા આવી છે.
સૌરાષ્ટ્રમાં કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. ત્યારે અમદાવાદ આગામી પાંચ દિવસમાં સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે. તો વળી 3 જુલાઈ પછી રાજ્યમાં ભારે વરસાદ પડી શકે છે. આગામી 4 દિવસ રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં સામાન્ય વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે આ આગાહી કરી છે. હવામાન વિભાગનું માનીએ તો આવતીકાલથી બે દિવસ ભારે વરસાદ પડવાની શક્યતા છે.
3 જુલાઈ પછી રાજ્યમાં ભારે વરસાદ પડે તેવી શક્યતાઓ
આવતીકાલે નવસારી, ભાવનગર, વલસાડ, દીવ-દાદરા નગર હવેલી સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. જ્યારે પંચમહાલ, રાજકોટ, દ્વારકા, તેમજ આણંદમાં સામાન્ય વરસાદ પડી શકે છે. તો આ તરફ અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને કચ્છને પણ મેઘરાજા ઘમરોળી શકે છે.
અમદાવાદમાં પણ મેઘરાજા મહેર વરસાવી શકે
30 જૂને અમદાવાદમાં પણ મેઘરાજા મહેર વરસાવી શકે છે. હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં 30મી જૂનના રોજ વરસાદની આગાહી છે. આગામી 4 દિવસ વરસાદની આગાહી છે.