રાજ્યભરમાં વરસાદી માહોલ ફરી જામ્યો છે. અને હવામાન વિભાગે હજુ ત્રણ દિવસ વરસાદની આગાહી ઉચ્ચારી છે. બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાયુ છે અને આ સિસ્ટમ ગુજરાત તરફ ખસતી હોવાથી ગુજરાતમાં સારો વરસાદ થશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની પણ આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.