હવામાન વિભાગે રાજ્યમાં આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. દરમિયાન 28-29 જુલાઈના રોજ ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના અનેક ઠેકાણે વરસાદ પડશે. હવામાન વિભાગની આગાહી મુજબ 28-29 જુલાઇએ અરવલ્લી- બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, મહિસાગર, અમદાવાદ, ગાંધીનગર, તાપી, સુરત, વલસાડ, દમણ, કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી, કચ્છ, જામનગરમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દરમિયાન રાજ્યમાં અત્યાર સુધી મોસમનો કુલ 29.45 ટકા વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના પગલે રાજ્યની અનેક નદીઓમાં પુરમાં આવ્યા છે, તો અનેક ચેકડેમ, ડેમ ઓવરફ્લો થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 22 જિલ્લામાં વરસાદ વરસ્યો છે. મધ્ય પ્રદેશમાં વરસી રહેલા વરસાદના કારણે સરદાર સરોવરની સપાટીમાં પણ સતત વધારો થઈ રહ્યો છે.