હવામાન વિભાગની આગાહી અનુસાર શુક્રવારની જેમ આજે શનિવારે પણ અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે. શુક્રવારે બપોરે અમદાવાદના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ શરુ થયા પછી વરસાદે અટકવાનું નામ જ ન લેતા લોકોની ખુશી ચિંતામાં ફેરવાઈ ગઈ હતી. આજે પણ અમદાવાદમાં ગઈકાલ જેવો જ ધોધમાર વરસાદ પડવાની આગાહી હવામાન ખાતા દ્વારા આપવામાં આવી છે.