હાલ ગુજરાત સહિત સમગ્ર દેશમાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે બંગાળની ખાડીમાં વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમને કારણે રાજ્યમાં ફરી વરસાદી માહોલ છવાશે. આગામી 29 થી 31 ઓગસ્ટ સુધી રાજ્યમાં ફરીથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
29 ઓગસ્ટે રાજ્યના દક્ષિણ ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. જ્યારે અન્ય ભાગોમાં પણ મધ્યમ વરસાદથી છૂટછવાયા ઝાપટા પડવાની આગાહી છે.
રાજ્યમાં સાર્વત્રિક વરસાદને પગલે મોટાભાગના ડેમો છલકાયા છે. રાજ્યની મોટાભાગની નદીઓ બે કાંઠે વહેતી થઈ ગઈ છે. જેમાં પાટણની સરસ્વતી નદીમાં 3 વર્ષ બાદ નવા નીર આવ્યા છે.
રાજ્યમાં કુલ કેટલો વરસાદ?
રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા ધોધમાર વરસાદના કારણે સિઝનનું કુલ 108 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જેમાં સૌથી વધુ કચ્છ ઝોનમાં 219 ટકાથી વધુ વરસાદ વરસ્યો છે. જો કે બુધવારે વરસાદનું જોર ઓછું થયું છે. આ સિવાય સૌરાષ્ટ્રમાં 142 ટકા જેટલો, ઉત્તર ગુજરાતમાં 95 ટકા, દક્ષિણ ગુજરાતમાં 93 ટકા અને પૂર્વ-મધ્ય ઝોનમાં અંદાજે 81 ટકા જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે.