સતત વરસી રહેલા વરસાદમાં સૌરાષ્ટ્રમાં કેશોદ તાલુકાના પાંચાળ ઘેડ ગામ નજીકનો વીસ ગામોને જોડતો પુલ જેની એક સાઈડ રેલીંગ ન હોવાથી અકસ્માત સર્જાવાનો ડર સતાવી રહ્યો છે. ગામજનો દ્વારા તંત્રને અનેક વખત રજુઆત કરાઈ છતાં તંત્ર ધ્યાન આપતુ નથી. એક જ બાજુ રેલિંગ બનાવવામાં આવી છે. પુલ ઓળંગવામાં પણ જોખમ હોવાનું નાગરિકો જણાવી રહ્યાં છે.