ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસી રહેલા ભારે વરસાદને પગલે નદીઓ ગાંડીતૂર બની છે. આ ઉપરાંત 100થી વધુ ડેમોને હાઈએલર્ટ પર રાખવામાં આવ્યા છે, ત્યારે ઉત્તર ગુજરાતમાં આભ ફાટવા જેવી સ્થિતિ સર્જાયી છે. રવિવારે ઉત્તર ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો.
રવિવારે મહેસાણા જિલ્લાના કડીમાં આભ ફાટ્યુ હોય તેમ 12 ઈંચ વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદના પગલે અહીં જનજીવન ખોરવાયું હતું. આ સિવાય બહુચરાજીમાં 9 ઈંચ, મહેસાણામાં 7 ઈંચ અને વિજાપુરમાં 4 ઈંચ વરસાદ પડ્યો હતો.
જ્યારે પાટણમાં પણ સરસ્વતી અને હારિજમાં સાડા આઠ ઈંચ, રાધનપુરમાં 7 ઈંચ, પાટણ અને સિદ્ધપુરમાં 6 ઈંચ, જ્યારે ચાણસ્મામાં 5 ઈંચ વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદના પગલે ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોને નુક્સાનની ભીતિ સેવાઈ રહી છે.
બનાસકાંઠા જિલ્લામાં પાલનપુરમાં 5.5 ઈંચ, વડગામમાં પોણા છ ઈંચ અને ભાભરમાં 4.5 ઈંચ વરસાદ વરસ્યો છે. આ સિવાય સાબરકાંઠા જિલ્લાના વિજયનગરમાં 6 ઈંચ, હિંમતનગર અને તલોદમાં 5-5 ઈંચ વરસાદ નોંધાયો છે.
જો અરવલ્લી જિલ્લાની વાત કરીએ તો અહીં ભીલોડામાં સૌથી વધુ સાડા પાંચ ઈંચ, જ્યારે બાયડ અને મોડાસામાં ત્રણ ઈંચની આસપાસ વરસાદ વરસ્યો છે.
ગુજરાતમાં સિઝનના 90 ટકાથી વધુ વરસાદ અત્યાર સુધી વરસી ચૂક્યો છે. જેમાંથી સૌથી વધુ વરસાદ માત્ર ઓગસ્ટ મહિનામાં જ પડ્યો છે. જેમાં કચ્છમાં અત્યાર સુધી સિઝનનો સોથી વધુ 159.12 ટકા વરસાદ પડ્યો છે. જ્યારે સૌરાષ્ટ્રમાં 121.60 ટકા, દક્ષિણ ગુજરાતમાં 83.40 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 69.58 ટકા અને ઉત્તર ગુજરાતમાં 67.87 ટકા વરસાદ વરસ્યો છે.
રાજ્યના હવામાન વિભાગે સોમવાર સુધી ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. ભારે વરસાદની આગાહીના પગલે વહીવટીતંત્ર પણ એલર્ટ છે.