રાજ્ય માં વરસાદ બાદ કેટલાક વિસ્તારોમાં આજે સવાર ના સમયે ગાઢ ધૂમમ્સ છવાયું હોવાના અહેવાલ છે અને હાઇવે ઉપર વાહનો ની હેડ લાઇટ ચાલુ રાખવી પડી રહી છે.ગુજરાત માં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હવામાનમાં પલટો આવતા રાજ્ય માં હાલ અષાઢી માહોલ જોવા મળી રહ્યો છે અને સર્વત્ર ચોમાસા જેવો માહોલ સર્જાયો છે જે આજે શનિવાર સુધી રહેશે તેમ હવામાન વિભાગ નું કહેવું છે. રીમઝીમના વરસાદ ને કારણે સમગ્ર રાજ્ય માં વાતાવરણ ઠંડુગાર થઇ ગયું છે.
વિગતો અનુસાર રાજ્ય ના 136 તાલુકામાં વરસાદ પડ્યો છે જેમાં કેટલીક જગ્યા એ એક ઈંચ થી વધુ સરેરાશ વરસાદ નોંધાયો છે. રાજ્ય ના કેટલાક ભાગો અને હાઇવે ઉપર આજે વહેલી સવારથી જ ધુમ્મસ છવાયું હતું.