મોઝામ્બીક, માલાવી અને દક્ષિણ આફ્રિકામાં ભારે વરસાદ અને પૂરના કારણે 115 લોકો માર્યા ગયા હતા અને 8.43 લાખ લોકો સમગ્ર દક્ષિણ આફ્રિકા ખંડમાં પ્રભાવિત થયા હતા, એમ સત્તાવાળા અને યુએન એ કહ્યું હતું. પરિમામે આ ત્રણે દેશોમાં ઈમરજન્સી મદદની હાકલ કરવી પડી હતી. મોઝામ્બીકમાં 66, માલાવીમાં 45 અને દક્ષિણ આફ્રિકામાં ચાર વ્યક્તિના મોત થયા હતા. હજુ પણ મૃત્યુ આંક વધવાની આશંકા જતાવવામાં આવી રહી છે.
માપુતામાં કેબિનેટની બેઠક પછી પત્રકારોને સંબોધતા મોઝામ્બીકની પ્રવકતા એ કહ્યું હતું કે, ટ્રોપિકલ વાવાઝોડું ઇદાઇ પણ આ તરફ આવી રહ્યું છે જે ગુરૂવાર અથવા શુક્રવારે ત્રાટકી શકે છે.