પેટીએમમાં ફરી મોટી ઉથલપાથલ સર્જાઈ હોવાના અહેવાલો સામે આવ્યા છે. અગાઉ ભારતીય રિઝર્વ બેંકે કાર્યવાહી કર્યા બાદ પેટીએમને આજે બે મોટા ઝટકા મળ્યા છે. એક તરફ વન97 કોમ્યુનિકેશન લિમિટેડે (One97 Communication) પેટીએમ પેમેન્ટ્સ બેંક સાથે પરસ્પરનો કરાર તોડી નાખ્યો છે, તો બીજીતરફ કેન્દ્ર સરકારે તેને તગડો દંડ ફટકાર્યો છે. મળતા અહેવાલો મુજબ નાણા મંત્રાલયની ફાઈનાન્સિયલ ઈન્ટેલિજન્સ યુનિટે મની લોન્ડરિંગ એક્ટ હેઠળ નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ પેટીએમને 5.49 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.