ગુજરાતમાં આગામી ત્રણ દિવસ રાજ્યના કેટલાક વિસ્તારમાં કાળઝાળ ગરમી પડશે.આગામી 31 માર્ચ, એક અને બે એપ્રિલે હિટવેવની હવામાન વિભાગે(IMD) આગાહી કરી છે.હવામાન વિભાગનું માનીયે તો આગામી 31 માર્ચે સૌરાષ્ટ્ર અને કચ્છમાં હિટવેવ રહેશે જ્યારે 1 અને બે એપ્રિલે રાજકોટ, પોરબંદર, બનાસકાંઠા, સાંબરકાંઠા અને પાટણમાં પણ હિટવેવની આગાહી કરવામાં આવી છે.એટલું જ નહીં અમદાવાદ અને ગાંધીનગરમાં પણ અંગ દઝાડતી ગરમી પડશે.હિટવેવની આગાહીને પગલે લોકોને કામ સિવાય ઘરની બહાર ન નીકળવા હવામાન વિભાગે લોકોને અપીલ કરી છે.