ગુજરાતમાં આગામી દિવસોમાં ગરમી વધવાની સંભાવના વચ્ચે હીટવેવની આગાહી કરાઈ છે. રાજ્યના દીવ, અમરેલી, જૂનાગઢ, પોરબંદર, દ્વારકા અને રાજકોટમાં હિટવેવની આગાહી છે. અમદાવાદમાં પારો 40 ડિગ્રીને વટાવી જશે તેવી સંભાવના વચ્ચે આગામી ત્રણ દિવસ સૌથી વધુ ગરમી રહેશે તેમ હવામાન વિભાગે જણાવ્યું હતું.