હવામાન વિભાગ દ્વારા કચ્છમાં આગામી 24 કલાક માટે હિટવેવની આગાહી કરવામાં આવી છે. હવામાન કચેરી અનુસાર ઉત્તર ગુજરાત અને અમદાવાદમાં આગામી દિવસોમાં તાપમાનમાં એક ડિગ્રીનો વધારો થશે અને આગામી દિવસમાં ગરમીનું પ્રમાણ વધશે. લોકોને ઘરોમાં જ રહેવાની તથા કામ વગર બહાર નહીં નિકળવા સલાહ આપવામાં આવી છે. ગરમીથી બચવા પાણી વધારે પીવા પણ જણાવાયું છે.