ગુજરાતમાં આગામી 24 કલાક દરમિયાન બનાસકાંઠા, સાબરકાંઠા સહિતના અનેક વિસ્તારોમાં ગરમી વધવાની શકયતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે રાજ્યમાં આવતા 24 કલાક દરમ્યાન ઉત્તર ગુજરાતમાં હિટ વેવની આગાહી કરી છે. જ્યારે અમદાવાદમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર કરવાની શક્યતા પણ વ્યક્ત થઈ છે. લોકોને શક્ય ત્યાં સુધી ઘરોમાં કે છાયડાંમાં રહેવાની સલાહ અપાઈ છે.