આંધ્રપ્રદેશ અને ઓરિસ્સાના દરિયાકાંઠે 200 કિમીની ઝડપે ફાની વાવાઝોડું ત્રાટક્યું હતું. જણાવી દઈએ કે, આ વાવાઝોડાની અસર ગુજરાતનાં હવામાન પર પણ થઇ રહી છે. રાજ્યમાં અનેક જગ્યાએ હવામાન પલટાયું હતું અને કમોસમી વરસાદ પડ્યો હતો. અસહ્ય ગરમીમાં પવન સાથે વરસાદ આવતા ગરમીનો પારો નીચે આવ્યો હતો. હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્યમાં ત્રણ દિવસ પારો થોડો નીચો રહેશે અને પછી ફરીથી હીટવેવ શરૂ થવાનું અનુમાન છે. આ ઉપરાંત હવામાન વિભાગનું કહેવું છે કે ગુજરાતમાં ચોમાસું નિયત સમયે જ આવશે. મહત્વનું છે કે, હાલમાં વરસાદનાં કોઈ એંધાણ નથી.