દેશભરમાં કાળઝાળ ગરમીથી લોકો ત્રસ્ત છે. દિલ્હીની હાલત પણ ખરાબ છે. અહીં તાપમાન 47 ડિગ્રીએ પહોંચી ગયું છે. હીટ સ્ટ્રોકના કારણે લોકો બીમાર અને મૃત્યુ પામ્યા હોવાના સતત અહેવાલો મળી રહ્યા છે. જે લોકો બેઘર છે અથવા ફૂટપાથ પર રાત વિતાવે છે તેમના માટે તો સ્થિતિ વધુ મુશ્કેલ છે. એક અહેવાલ અનુસાર, 11 થી 19 જૂન 2024 વચ્ચે દિલ્હીમાં ભીષણ લૂને કારણે 192 બેઘર લોકોના મોત થયા છે.