ચર્ચિત ચારા કૌભાંડમાં સજા પામેલા રાષ્ટ્રીય જનતા દળના અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવની જામીન અરજી પર સુનાવણી આગામી 27 નવેમ્બર સુધી ટળી છે. ઝારખંડ હાઈકોર્ટના ન્યાયાધીશ ન્યાયમૂર્તિ અપરેશકુમાર સિંહની કોર્ટમાં આજે જામીન અરજી પર સુનાવણી દરમિયાન કોર્ટે સીબીઆઈને શપથપત્ર દાખલ કરવાના નિર્દેશ પણ આપ્યા છે. આ સાથે સુનાવણી માટે તારીખ 27 નવેમ્બર નિર્ધારીત કરી છે.
આરજેડી અધ્યક્ષ લાલુ પ્રસાદ તરફથી દુમકા કોષાગાર માંથી ગેરકાયદેસર રીતે ઉપાડાયેલા પૈસા કેસમાં જામીન અરજી દાખલ કરાયેલી છે. આ કેસમાં સીબીઆઈની વિશેષ કોર્ટે તેમને દોષિત ઠેરવીને 7 વર્ષની સજા સંભળાવી છે. સજા દરમિયાન સારવાર અર્થે લાલુને રિમ્સના કેલી બંગલામાં રાખવામાં આવ્યા છે. લાલુ તરફથી અરજીમાં જણાવાયું છે કે અડધી સજા પૂરી કરી લેવાઈ છે આથી તેમને જામીન આપવામાં આવે. આ ઉપરાંત તેમણે પોતાની બીમારીનો હવાલો પણ આપ્યો. લાલુ પ્રસાદના વકીલ તરફથી કોર્ટમાં અરજી આપીને કેસમાં જલદી સુનાવણીનો આગ્રહ કરવામાં આવ્યો હતો.