કેન્દ્રીય એજન્સીઓ સીબીઆઇ અને ઇડી પર દુરુપયોગનો આરોપ લગાવીને ૧૪ વિપક્ષોએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. આ અરજીની સુનાવણી મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડની બેંચ દ્વારા બુધવારે કરવામાં આવશે. વિપક્ષે માગણી કરી છે કે સુપ્રીમ કોર્ટ એજન્સીઓનો દુરુપયોગ અટકાવવા માટે ગાઇડલાઇન જાહેર કરવા કેન્દ્ર સરકારને આદેશ આપે.