નીટ-યુજીની પરીક્ષાના કથિત પેપર લીક વિવાદ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં અનેક અરજીઓ થઇ છે. સુપ્રીમ કોર્ટ આ અરજીઓની ગુરુવારે ફરી સુનાવણી કરશે. સુપ્રીમની વેબસાઇટ મુજબ ગુરુવારે ૧૮મી તારીખે મુખ્ય ન્યાયાધીશની આગેવાનીમાં ગઠીત બેંચ નીટ વિવાદ મુદ્દે થયેલી આશરે ૪૦ જેટલી અરજીઓની સુનાવણી કરશે.