કોરોના વાયરસ મહામારીને રોકવા માટે વિશ્વભરના ઘણા દેશોમાં રસીકરણ શરૂ થઈ ગયું છે અને ઘણા દેશોમાં થવાનું છે. આ વચ્ચે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)ના મુખ્ય વૈજ્ઞાનિકની વાત લોકોને નિરાશ કરી શકે છે. મુખ્ય વૈજ્ઞાનિકે ચેતવણી આપી છે કે કોરોના રસીકરણ શરૂ થયા બાદ પણ આ વર્ષે હર્ડ ઇમ્યુનિટી વિકસિત થવાની સંભાવના નથી. સોમવારે એક મીડિયા બ્રીફિંગમાં ડો. સૌમ્યા સ્વામીનાથને કહ્યું કે, નજીકના ભવિષ્યમાં ઘણા દેશોએ કોરોનાનો પ્રસાર રોકવા માટે સોશિયલ ડિસ્ટેન્સિંગ સહિત અન્ય ઉપાયો પર નિર્ભર રહેવું પડશે. હાલના સપ્તાહોમાં બ્રિટન, અમેરિકા, ફ્રાન્સ, કેનેડા, જર્મની, ઇઝરાયક અને નેધરલેન્ડ સહિત અન્ય દેશોએ પોતાના નાગરિકોને કોરોનાની રસી લગાવવાનું શરૂ કરી દીધું છે.