સમગ્ર દેશમાં કોરોનાનાં વધતા જતા કેસોની સંખ્યામાં મહારાષ્ટ્ર, તમિલનાડુ અને ગુજરાત અગ્રેસર છે. ત્યારે એવામાં કેન્દ્રની આરોગ્ય ટીમ ત્રણ દિવસ આ ત્રણેય રાજ્યોની મુલાકાતે છે. ત્યારે શુક્રવારનાં રોજ કેન્દ્રની આરોગ્ય ટીમ આજે ગુજરાતની મુલાકાતે આવી છે. તેઓએ કોર્પોરેશનનાં અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. જેમાં તેઓએ રાજ્યમાં કોરોનાની સ્થિતિ અંગેની સમીક્ષા બેઠક યોજી.
મહત્વનું છે આ બેઠકમાં તેઓ કોર્પોરેશનનાં અધિકારીઓનાં જવાબથી અસંતુષ્ટ હોવાની જાણવા મળ્યું છે. કોર્પોરેશનનાં 3 અધિકારીઓએ અલગ-અલગ જવાબ આપતા આરોગ્ય સંયુક્ત સચિવ લવ અગ્રવાલ નારાજ થયા હતાં. તેઓએ યોગ્ય જવાબ ન મળતા કોર્પોરેશનનાં અધિકારીઓની ઝાટકણી કાઢી હતી.
કેન્દ્રની આરોગ્ય ટીમે કન્ટેઇનમેન્ટ ઝોન એવા માનસી સર્કલ પાસે આવેલા સેટેલાઈટ ટાવરની મુલાકાત કરી હતી. અહીં કોર્પોરેશન દ્વારા ટીમ આગળ સારી છાપ છોડવા માટે સ્ટીકર મારવામાં આવ્યાં હતાં. અહીં કોર્પોરેશનનાં અધિકારીઓને સવાલો પૂછવામાં આવતા કન્ટેઇનમેન્ટ ઝોન અંગે તેઓ દ્વારા અલગ-અલગ જવાબ આપવામાં આવતા લવ અગ્રવાલ તેઓની પર નારાજ થયા હતાં અને જણાવ્યું હતું કે, “કોઇ એક વ્યક્તિ સરખો જવાબ આપો પણ મારો સમય ન બગાડો. તેમણે ધનવંતરી રથમાં પણ કોરોના ટેસ્ટ અંગે પૂછતાછ કરી હતી.”