કોરોના વાઈરસની મહામારી અંગે સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યું હતું કે, હાલ 147 નવા કેસ આવ્યા જેમાં 129 લોકો તબલિગી જમાતમાં ગયા હતા. છેલ્લા બે દિવસોમાં તબલિગી જમાતના સભ્યોના કારણે 14 રાજ્યોમાં કોરોનાના 647 દર્દીઓ સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં થયેલા 12 મોતમાં ઘણા તબલિગી જમાત સાથે જોડાયેલા હતા.
તેમણે વધુમાં ઉમેર્યું કે, એક ભૂલના કારણે દેશમાં કોરોનાના કેસની સંખ્યા વધી ગઈ છે. હવે આપણે જ સમજવું પડશું કે જો એક પણ ભૂલ કરી તો વધારે પાછળ જતા રહીશું. તેમણે કહ્યું કે, દેશમાં કોરોનાના કુલ 2301 કેસ, 14 રાજ્યોમાં તબલીગી સમાજના 647થી વધારે દર્દીઓ છે.