સુપ્રીમ કોર્ટે શુક્રવારે એક ઐતિહાસિક ટિપ્પણી કરતા આરોગ્યને મૌલિક અધિકાર જણાવ્યો કોર્ટે કહ્યું કે, રાઈટ ટુ હેલ્થ મૌલિક અધિકાર છે. સરકાર સસ્તી સારવારની વ્યવસ્થા કરે. તે સાથે જ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને બધી રાજ્ય સરકારોને કડકાઈથી કોરોના ગાઈડલાઈન્સનું પાલન કરાવવાનો નિર્દેશ આપ્યો. કોર્ટે કોરોના હોસ્પિટલોની ફાયર સેફ્ટીને પણ સુનિશ્ચિત કરવા કહ્યું.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે, દેશભરના રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશો કોવિડ ગાઈડલાઈન્સનું કડકાઈથી પાલન કરે. કોર્ટે સરકારોને બધી કોરોના હોસ્પિટલોની ફાયર સેફ્ટી સુનિશ્ચિત કરવા કહ્યું. તાજેતરમાં જ ગુજરાતની એક કોરોના હોસ્પિટલમાં આગ લાગવાથી દર્દીઓના થયેલા મોતની ઘટનાને કોર્ટે ગંભીરતાથી લીધી હતી. કોર્ટે કહ્યું કે, જે હોસ્પિટલે હજુ સુધી ફાયર એનઓસી નથી લીધી, તે તાત્કાલિક લે. જો ચાર સપ્તાહની અંદર ફાયર ઓનઓસી ન લે તો રાજ્ય સરકાર તેમની સામે એક્શન લે. કોર્ટે ફાયર સેફ્ટી માટે દરેક રાજ્યને એક નોડલ અધિકારી નિમવા કહ્યું છે, જે હોસ્પિટલોમાં ફાયર સેફ્ટી ઓડિટ કરશે.