ગુડ્સ અને સર્વિસ ટેક્સ કાઉન્સિલની 4 ટેક્સ રેટ પર સહમતિ સધાઈ. GSTના દાયરામાંથી આરોગ્ય અને શિક્ષણને મુક્તિ અપાઈ છે. ફાયનાન્સિઅલ સર્વિસને 18 ટકાના સ્લેબમાં રખાઈ. રેલવે અને એરસેવાઓને 5 ટકાના સ્લેબમાં રખાઈ છે. તો ટેલિકોમ સર્વિસને 18 ટકાના સ્લેબમાં. રુમનું હજાર રુપિયાથી ઓછુ ભાડું હોય તે હોટલને GSTમાંથી મુક્તિ છે. પણ 1,000થી 2,500 સુધીના ભાડા પર 12 ટકા ટેક્સ લાગશે.