જૂનાગઢમાં જિલ્લા આરોગ્ય વિભાગના દરોડાથી તબીબોમાં ફફડાટ વ્યાપ્યો છે. જિલ્લા આરોગ્ય વિભાગના અધિકારીઓએ 12 ગાયનેક તબીબોને ત્યા તપાસ હાથ ધરી હતી. જેમાં જૂનાગઢના 8, કેશોદના 2, બીલખાના 1, મેદરડાના 1 ગાયનેક તબીબોને ત્યા તપાસ થઈ હતી. જૂનાગઢની એક ગાયનેક હોસ્પીટલમાં એક સોનોગ્રાફી મશીન સીલ કરાયું હતું. તેઓ બિનઅધિકૃરીતે ગર્ભસ્થ શિશુંનાં જાતિપરિક્ષણ કરતાં હોવાનો આક્ષેપ હતો.