ગુજરાતમાં કુલ 26 લોકસભા બેઠકની મહત્વપૂર્ણ બનાસકાંઠા ભાજપ માટે માથાનો દુઃખાવા સમાન બની રહી છે. જેમાં બે સાસંદ અને ચાર પૂર્વ ધારાસભ્યો સહિત દસથી વધારે ઉમેદવાર બનવા માટે થનગનાટ કરી રહ્યા છે. જેમાં હાલના કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી અને પાટણના સાંસદ લીલાધર વાધેલાએ પણ દાવેદારી નોંધાવી છે.
ભાજપમાં છેલ્લા બે દિવસથી ઉમેદવારની પસંદગી કરવા માટે સેન્સ લેવાની પ્રકિયા ચાલી રહી છે. તેવા સમયે બનાસકાંઠાના રાજકારણના ધુરંધરોઓ ટીકીટની માંગણી કરી છે જેમાં ચાર પૂર્વ ધારસભ્યો પણ લોકસભાની ચુંટણી લડવા માટે મૂડ બનાવ્યો છે. જેમાં ધાનેરાના પૂર્વ ધારાસભ્ય મફતલાલ પુરોહિત, પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પ્રજાપતિ અને ૨૦૧૭ની વિધાનસભા ચુંટણી હારેલ પૂર્વ આરોગ્ય મંત્રી શંકર ચૌધરી, પૂર્વ મંત્રી કેશાજી ચૌહાણએ ટીકીટની માંગણી કરી છે. જ્યારે ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડ્યા, બનાસ ડેરીના પૂર્વ ચેરમેન પરથી ભટોળે અને પ્રવીણ કોટકેએ પણ બનાસકાંઠા બેઠક પર લોકસભાની ચુંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે. આમ ભાજપ માટે તો બનાસકાંઠાની બેઠક પર ઉમેદવારની પસંદગી લઈને માથાનો દુઃખારૂપ સાબિત થઇ રહી છે.