ખાનગી ક્ષેત્રની ભારતની બીજી સૌથી મોટી બેંક એચડીએફસી બેંક દ્વારા ૩૧,માર્ચ ૨૦૧૭ના પૂરા થયેલા ચોથા ત્રિમાસિકના સાધારણ પરિણામ જાહેર કરાયા છે. બેંકનો ચોખ્ખો નફો ગત વર્ષના સમાનગાળાના રૃ.૩૩૭૪.૨૨ કરોડની તુલનાએ ૧૮.૨૫ ટકા વધીને રૃ.૩૯૯૦.૦૯ કરોડ થયો છે.બેંક દ્વારા શેર દીઠ રૃ.૧૧ ડિવિડન્ડ જાહેર કરાયું છે. બેંકની ચોખ્ખી વ્યાજ આવક(એનઆઈઆઈ) રૃ.૭૪૫૩.૩૪ કરોડની તુલનાએ ૨૧.૨૯ ટકા વધીને રૃ.૯૦૫૫.૧ કરોડ થઈ છે. અન્ય આવક ૨૦.૨૫ ટકા વધીને રૃ.૩૪૪૬.૨૬ કરોડ થઈ છે. જે ગત વર્ષે સમાનગાળામાં રૃ.૨૮૬૫.૮૬ કરોડ થઈ હતી. બેંકની કુલ નોન-પર્ફોર્મિગ એસેટ(એનપીએ) ૧૨.૪૮ ટકા વધીને રૃ.૫૮૮૫.૬૬ કરોડ થઈ છે. જે ડિસેમ્બર ૨૦૧૬ના અંતના ત્રિમાસિકમાં રૃ.૫૨૩૨.૨૭ કરોડ હતી.