એર ઈન્ડિયા દ્વારા નોકરીમાંથી કાઢી મુકવાના આદેશ વિરૂદ્ધ દિલ્હી હાઈકોર્ટ પહોંચેલા પાયલોટ્સને ભારે મોટી રાહત મળી છે. મંગળવારે થયેલી સુનાવણી દરમિયાન દિલ્હી હાઈકોર્ટે ગત વર્ષે ઓગષ્ટ મહિનાથી અનેક પાયલોટ્સની સેવાઓ સમાપ્ત કરવા અંગેના એર ઈન્ડિયાના નિર્ણયને રદ્દ કરી દીધો છે. આ સાથે જ એ તમામ પાયલોટ્સને પુનઃસ્થાપિત કરવા નિર્દેશ આપ્યો છે જેમની સેવાઓ એર ઈન્ડિયા દ્વારા સમાપ્ત કરી દેવામાં આવી હતી. તેમાંથી અનેક કરાર પર હતા.