મોરબી ઝુલતા પુલ દુર્ઘટના અંગે આજે હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી. આ સુનાવણી દરમિયાન મોરબીથી મૃતકોના પરિવારજનો ગુજરાત હાઈકોર્ટ પહોંચ્યા હતાં. આ કેસની સુનાવણી દરમિયાન મહત્વનો નિર્દેશ કર્યો હતો. ઓરેવા કંપનીને હાઈકોર્ટે આદેશ કર્યો હતો. આ દુર્ઘટનામાં દરેક મૃતકોના પરિવારને 10 લાખ અને દરેક ઈજાગ્રસ્તોને બે લાખ ચૂકવવાનો આદેશ કરવામાં આવ્યો છે.
જવાબદાર લોકોને કડક સજા કરવાની માંગ
આજે સુનાવણી દરમિયાન બ્રિજ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનો હાઈકોર્ટ પહોંચ્યા હતાં. તેમનું કહેવું હતું કે, તેમને ઝડપથી ન્યાય મળે. તે ઉપરાંત એવી પણ માંગ કરવામાં આવી હતી કે આ ઘટના માટે જવાબદાર લોકોને કડક સજા થવી જોઈએ. બીજી તરફ ઓરેવા કંપનીના એમડી જયસુખ પટેલે મૃતકોના પરિવારોને પાંચ લાખ આપવાની તૈયારી દર્શાવી હતી.