Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

દિલ્હી હાઈકોર્ટે બુધવારે ઈન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયા (ICAI)ની રૂ. 15 કરોડ પીએમ કેર્સ ફંડમાં ટ્રાન્સફર કરવા સામે વાંધો ઉઠાવતી જાહેર હિતની અરજીને ધ્યાન પર લેવા ઈનકાર કરી દીધો છે. કોર્ટે જણાવ્યું હતું કે, આ અરજી સંસ્થાના વડા સામે કોઈના ઈશારે કરવામાં આવી હોવાનું જણાય છે.

દિલ્હી હાઈકોર્ટના ચીફ જસ્ટિસ ડે એન પટેલ અને જસ્ટિસ પ્રતિક જાલનની બેન્ચે અરજદાર વતી હાજર વકીલ નવનીત ચતુર્વેદીને જણાવ્યું હતું કે તેઓ આ અરજી પરત ખેંચી લે અથવા તો દંડ સાથે બરતરફ થવાની તૈયારી રાખે. ત્યારબાદ આઈસીએઆઈના વકીલે અરજી પરત ખેંચવા કોર્ટની મંજૂરી માગી હતી અને કોર્ટે અરજી પરત ખેંચવા અનુમતી આપતા તેને ડિસમિસ કરી હતી.  

વીડિયો કોન્ફરન્સ દ્વારા સુનાવણી દરમિયાન બેન્ચે અરજદારને સવાલ પૂછ્યો હતો કે, ભંડોળ ટ્રાન્સફર કરવા અંગે આઈસીએઆઈના સભ્યોમાં આક્રોશ નથી તો પીઆઈએલ કેવી રીતે દાખલ કરી શકાય. સભ્યો પોતાના તરફથી પીએમ કેર્સ ફંડમાં દાન આપવા રાજી છે તો પીઆઈએલનો અર્થ શું છે. એટલા માટે આ જાહેર હિતની અરજી સંસ્થના વડાની વિરુદ્ધ કોઈની દોરવણીથી કરાઈ હોવાનું જણાય છે.

આઈસીએઆઈએ એપ્રિલમાં પીએમ કેર્સ ફંડમાં 15 કરોડ જમા ટ્રાન્સફર કર્યા હતા તેમજ તેના સભ્યોએ વધારાના છ કરોડ રૂપિયાનું અનુમોદન પણ આપ્યું હતું. અરજીદારે જણાવ્યું હતું કે સંસ્થાએ આ નિર્ણય તત્કાલિન કોર્પોરેટ બાબતોના મંત્રાલયના સચિવની વિનંતીને પગલે લીધો હતો.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ