કાઢીરાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં સર્જાયેલા અગ્નિકાંડનો મામલો હવે ગુજરાત હાઈકોર્ટમાં પહોંચી ગયો છે. આ મામલે સુઓમોટો હાથ ધરતાં હાઈકોર્ટે આજે બીજી વખત સુનાવણી કરી હતી જેમાં રાજકોટ મહાનગરપાલિકા (RMC)નો ઉધડો લઈ નાખ્યો હતો.
ગુજરાત હાઇકોર્ટે તંત્ર અને સરકારનો ઉધડો લેતા કહ્યું હતું કે, 'અમને સરકાર અને તંત્ર પર ભરોસો નથી. કોઈ પણ મંજૂરી વિના ત્રણ વર્ષથી ગેમ ઝોન ચાલતું હતું તો RMC શું કરતું હતું?' આટલું જ નહીં કોર્ટે કમિશનરને પણ તતડાવતા આકરા સવાલ કર્યા હતા.