આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુએ રાજ્યના રહેવાસીઓને વધુ બાળકો પેદા કરવાની સલાહ આપી છે. રાજ્યમાં વૃદ્ધોની વધતી જતી વસ્તીને ધ્યાનમાં રાખીને તેમણે આ સલાહ આપી છે. તેમણે શનિવારે (19મી ઓક્ટોબર) કહ્યું કે, 'રાજ્ય સરકાર વસ્તી વ્યવસ્થાપન માટે આયોજન કરી રહી છે. આ અંતર્ગત એક બિલ લાવવા પર પણ વિચાર કરવામાં આવી રહ્યો છે, જેમાં વધુ બાળકો ધરાવતા પરિવારોને પ્રોત્સાહન આપવામાં આવશે. એટલું જ નહીં, એવો કાયદો બનાવવાની પણ વિચારણા ચાલી રહી છે કે જેના હેઠળ બેથી વધુ બાળકો હોય તેવા લોકો જ સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી લડી શકશે.'