હાથરસ (Hathras) મામલે રાજકારણ ગરમાઈ રહ્યું છે. કેરળના વાયનાડના સાંસદ અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) બહેન પ્રિયંકા ગાંધી વાડ્રા (Priyanka Gandhi Vadra) સાથે પીડિતના પરિવારજનોને મળવા માટે દિલ્હીથી હાથરસ જવા નીકળી ચૂક્યા છે. જો કે ગ્રેટર નોઈડામાં તેમના કાફલાને રોકી લેવામાં આવ્યો. કાફલો રોકવામાં આવ્યા બાદ રાહુલ-પ્રિયંકા પગપાળા જ હાથરસ જવા નીકળી પડ્યા. દિલ્હી નોઈડા બોર્ડર પર કોંગ્રેસ કાર્યકરોએ પ્રદર્શન કર્યું. ડીએનડી પર ભારે પોલીસફોર્સ તૈનાત છે. આ બધા વચ્ચે એવા અહેવાલ છે કે રાહુલ ગાંધીની પોલીસે ધરપકડ કરી લીધી છે.