લોકસભામાં નેતા વિપક્ષ રાહુલ ગાંધી આજે ઉત્તરપ્રદેશના હાથરસની મુલાકાતે છે, અહીં તેઓ હાથરસમાં સત્સંગ દરમિયાન ભાગદોડમાં જીવ ગુમાવેલા અને ઈજાગ્રસ્ત થયેલા લોકોના ખબર અંતર પુછવા માટે આવ્યાં છે. તેમાંથી જ એક પીડિત પરિવારના સભ્યો સાથે વાતચીત કરતા રાહુલ ગાંધીએ તેમની આપવીતી સાંભળી હતી.