હાથરસ અકસ્માતની તપાસ માટે ન્યાયિક તપાસ પંચની રચના કરવામાં આવી છે. તેમાં રિટાયર્ડ જસ્ટિસ બ્રિજેશ કુમાર શ્રીવાસ્તવ, રિટાયર્ડ IAS હેમંત રાવ અને રિટાયર્ડ IPS ભાવેશ કુમાર સિંહ સામેલ હશે. આજે જ સીએમ યોગી આદિત્યનાથે નાસભાગની ઘટનામાં ષડયંત્રની આશંકા વ્યક્ત કરતા ન્યાયિક તપાસની જાહેરાત કરી હતી.