રાજ્યમાં થોડા દિવસોથી સરકારી ભરતીઓની અફવાઓએ જોર પકડ્યુ છે. જેના કારણે યુવાનો સરકારી પરીક્ષાઓમાં ઉત્તીર્ણ થવા માટે કોચિંગ ક્લાસના મસમોટા ખર્ચા કરી રહ્યા હોવાનું સામે આવ્યુ છે. ત્યારે GPSSBના ચેરમેન હસમુખ પટેલે આજે સવારે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં મહત્ત્વની વાત કરી છે. તેમણે જણાવ્યુ છે કે, 'ખોટી અફવાના સમાચારથી વિદ્યાર્થીઓ કોચિંગ ખર્ચ ન કરે. પરીક્ષાઓની પૂર્વ તૈયારી માટે NCRT અને GCRTના પુસ્તક વાંચવા જોઇએ.'