શિક્ષણને ક્ષેત્રે છેલ્લાં 25 વર્ષમાં જબરદસ્ત પરિવર્તન આવ્યું છે. કોલેજોમાં વિજ્ઞાન અને ટેક્નોલોજીનું જોર વધી ગયું છે. કેળવણીનો સમગ્ર ઉદ્દેશ ભૌતિકવાદી(મટિરિયાલિસ્ટિક) થઈ ગયો છે. ટેક્નોલોજિકલ કૌશલ આવડી જાય એટલે ગંગા નાહ્યા એમ વિધાર્થીઓ અને તેમના વાલીઓ માને છે, આર્ટ્સમાં તો છોકરી જાય એવું પણ લોકો બોલે છે. આર્ટ્સ ફેકલ્ટી માટે જનાનખાનું એવો શબ્દ વાપરવામાં આવે છે. જેને સાયન્સ અને કોમર્સ કોઈ શાખા ન સંઘરે એવો ટામળટોળમનો માણસ બાપડો વખાનો માર્યો આર્ટ્સમાં આવે. એ માણસ બનતાં સુધી ઈન્ટર (બારમું) કે ગ્રજ્યુએશન પછી લોમાં ચાલ્યો જાય. તબીબ કે ઈજનેર કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ન બની શકાય તો છેવટે વકીલ બનવું. આ ટેન્ડ સમાજ માટે સારો તથી. વિનયન (આર્ટ્સ), વિજ્ઞાન (સાયન્સ) અને વાણિજ્ય એ વવ્વામાંથી સૌથી વધુ મૂલ્યંડિત કશું હોય તો તે વિનયન છે. પશ્ચિમી દેશોનો શિક્ષણની મેકોલેએ ભારતમાં આયાત કરી ત્યારે યુરોપમાં આર્ટ્સ (વિનયન)ની બોલબાલા હતી. મેથેમેટિક્સનો અને ફિઝિક્સનો વિષય એક જમાનામાં આર્ટ્સ શાખામાં શીખવાતો હતો. લોકો બી.એ (બોચલર ઓફ આર્ટ્સ) વિથ સાયન્સ થતા હતા. વિનયન (આર્ટ્સ) ફેકલ્ટીમાં ફિલસૂફી, સાહિત્ય અને ફાઈન આર્ટસ શીખવામાં આવતી હતી. વિનયન શિક્ષણ એટલે લિબરલ (ઉદારમતવાદી, બ્રોડ-મેઈન્ડેડ) શિક્ષણ. આજે યુરોપમાં સર્વત્ર લિબરલ ડેમોક્રેટિક પક્ષોની બોલબાલા છે. વિનયનમાં ફિલોસોફી, સિવિક્સ, એડ્મિનિ સ્ટ્રેશન, હિસ્ટરી, જ્યોગ્રાફી, લિટરેચર, મેટાફિઝિકિસ, સિવિક્સ, થિયોલોજી, ઈકોનોમિક્સ, પોલિટિકલ સાયન્સ વગેરે વિષયોનો સમાવેશ થાય છે. વિનયન શબ્દમાં આર્ટસની શાખાની તમામ અર્થચ્છાયાઓનો સમાવેશ થાય છે. વિનયન શબ્દ મૂળ તો વિનય (વિવેક) ઉપરથી આવેલો છે. સા વિધ્યા યા વિમુક્તે વળગણોમાંથી, પૂર્વગ્રહોમાંથી, કુરિવાજોમાંથી, જડ વિચારોમાંથી, બંધિયાર જળમાંથી, શુષ્ક પરંપરામાંથી અને સિદ્ધાંતજડ ગ્રંથમાંથી મુક્તિ અપાવે તે વિધ્યા.