વિશ્વનાથ પ્રતાપસિંહને વગોવાનાં વ્યવસ્થિત કાવતરાં ઘડાઈને અમલમાં મુકાઈ રહ્યાં છે. કોંગ્રેસે ચૂંટણી જીતવી હોય તો છાયા વડા પ્રધાન (શેડો પ્રાઈમ મિનિસ્ટર) વી.પી સિંહને મોઢે મળી ચોપડવી જરૂરી છે. જે ટોળકી આ કાર્યમાં વ્યસ્ત છે તેને ચંન્દ્રશેખર સાથે લિન્ક છે. હવે જોડો અન્ય પગ ઉપર આવીને પડ્યો છે. આજના સમકાલીનને પહેલે પાને અમે પ્રસિદ્ધ કરેલો અહેવાલ અમારા જૂથના ભાઈબંધ અખબાર હિંદી જનસત્તાનો છે. હિન્દી દૈનિક જનસત્તાના અવ્વલ નંબરના સંવાદદાતા હેમંત શર્માએ કહ્યું છે કે (જૂઓ આજના સમકાલીનનું પ્રથમ પાનું) ચંન્દ્રશેખરની જેલડાયરી વાંચતા ખાતરી થાય છે કે 1974માં ચંન્દ્રશેખરજીએ જ જયપ્રકાશ નારાયણના સંપૂર્ણ ક્રાન્તિ આંદોલનની પીઠમાં છરી ભોંકવાનો પ્રયાસ કર્યો હતો. જેપીના દુશ્મન જેવા કેન્દ્રમાં ગૃહપ્રધાન ઓમ મહેતાની અને બંસી લાલની ચંન્દ્રશેખરે પ્રશંસા કરી હતી. ચંન્દ્રશેખરે પોતાની જેલડાયરીમાં નોંધ્યું છે જેપીએ રાજકારણમાં તોફાની તત્વોને પ્રત્સાહન આપ્યુ હતુ.
ચંન્દ્રશેખરની હાલત પેટનો બળ્યો ગામ બાળે જેવી છે. તેઓ જેપી વિરૂદ્ધ જે કાંઈ બોલ્યા હશે એ તમામ હવે ખોદી કાઢવામાં આવશે.
વી.પી.સિંહ વડા પ્રધાન બને એ ચંન્દ્રશેખરને પસંદ નથી. તેઓ તેજોદ્રેષથી પીડાય છે.શેખરની પદયાત્રા પણ મતલબી હતી. એક જમાનામાં બાલિયાના ચંન્દ્રશેખર ભારતના યુવાન, સન્માનિત, આદર્શવાદી, ડાબેરી અને મુલ્યનિષ્ઠ યન્ગ ટર્ક હતા, વોટ એ ફોલ, માય કન્ટ્રીમેન. હવે તેઓ વિપક્ષી એકતાને તોડવા મથી રહ્યા છે. વી.વી. સિંહને બરબાદ કરવા માટે ચંન્દ્રશેખર જનતા દળમાં રહીને આરબ અને ઊંટવાળી કરી રહ્યા છે. જનતા પક્ષમાંના તેમના ત્રણ સાથીઓ (ઈન્દુભાઈ પટેલ, સૈયદ શાહબુદ્દીન અને સુબ્રમણ્યમ સ્વામી) ચંન્દ્રશેખરને બહારથી મદદ કરી રહ્યા છે. જનતા પક્ષનું અધ્યક્ષપદ દસ વર્ષ પછી પણ છોડવાની ચંન્દ્રશેખરની ઈચ્છા ન હતી. લોકશાહી ઢબે ઉમેદવારી કરનાર ભાવનાશાળી નેતા સ્વામી અગ્નિવેશની રેવડી ચંન્દ્રશેખરે દાણાદાણ કરી હતી. કુમુદના ફૂલ સડેલા દરિયાઈ બરૂની વાસ આવે છે. ગંગા આકાશમાંથી પડી એ પછી તેનો શતમુખ વિનિપાત થયો હતો. છેક સાગરનાં ખારાઊસ પાણીમાં ગંગા ભળી ગઈ . ચંન્દ્રશેખર કેટલી નીચાઈએ ગીરી ગયા છે. પાછા બધી વાતો તેઓ સિફતપૂર્વક મૂલ્યો અને સિદ્ધાંતો અને આદર્શોને નામે કરે છે. આ તો બુદ્ધિનો નર્યો અભિચાર થયો. તેમણે કહ્યું છે કે હું અપમાન સહન કરીશ નહી.
ચંન્દ્રશેખરે કહ્યું કે જનતા દળ પાસે કોઈ સ્પષ્ટ વિચારધારા (આઈડિયોલોજી) નથી. હુ લડીશ નહીં પણ મને નાલેશીમાં મૂકવાના પ્રયાસો સાથે હું તડજોડ નહીં કરૂ, હું પક્ષને તોડવા માગતો નથી પણ એનો અર્થ એ નથી કે હું બધું બરદાસ્ત કરી લઈશ. ચંન્દ્રશેખરે કહ્યું છે કે પક્ષ આવી રીતે ન ચાલે, જનતા દળ એ કોઈની માલિકીનું ફાર્મ નથી કે તેમાંથી કોઈ પણ વસ્તુને તેનો માલિક ફાવે તેમ હઠાવી દે. ચંન્દ્રશેખરને સનેપાત ઊપડ્યો છે. પ્રભાકરભાઈવાળા પત્ર પાછળ જે અનેક હાથ છે તેમાંનો એક હાથ શેખરનો છે. ચંન્દ્રશેખર રોજ લવારી કરે છે. પેટાનો બળ્યો ગામ બાળેનો આ એક ક્લાસિક દાખલો છે. જે દૂધ પોતે પી શકવાના નથી એને બાલિયાના શેખરજી ઢોળી દેશે.