Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • બહોળો ફેલાવો ધરાવતા, સુપ્રતિષ્ઠત અને લોકપ્રિય એવા મુંબઇ સમાચારની સાપ્તાહિક આવૃતિમાં ગયા વર્ષો, રહ્યાં વર્ષો નામની પોતાની અફલાતૂન અને રોચક કટારમાં મુરબ્બી ગુલાબદાસભાઇ બ્રોકરે સાહિત્ય અને પત્રકારત્વના સંબંધ વિશે એક ફકરામાં અછડતો ઉલ્લેખ કર્યો છે. ભારતના સૌથી જૂના અને તોતિંગ ફેલાવો ધરાવતા દૈનિકમાં કટારો લખનારને એક મોટો એડવાન્ટેજ એ મળે છે કે લાખ્ખો વાચકોનું વિશાળ ઓડિયન્સ તેમને અનાયાસે અને સહજ રીતે સાંપડી રહે છે. સરેરાશ ગુજરાતી વાચક સરેરાશ જ્ઞાન, સરેરાશ બુધ્ધિ અને સરેરાશ માહિતી ધરાવે છે. જે કાંઇ કહેવામાં આવે તે બહુધા તેના મુગ્ધ અને ગલિબલ ચિત્તમાં ચોંટી જાય છે. તે ઇન્ફર્મેશનને પણ એબસોર્બ કરી લે છે અને ગળચટ્ટા વખ જેવી ડિસઇન્ફેર્મેશન પણ તે પચાવી જાય છે. વાસ્તે જે કાંઇ કહેવાય તે પૂરી સમજથી કહેવાય તે આવશ્યક છે. જે વિષય ઉપર પોતાની હથોટી ન હોય, જે વિષયનો પોતે ઊંડાણથી અભ્યાસ કર્યો ન હોય તે વિશે ઉતાવળે, ઉભડક અને ગુણદર્શી અભિપ્રાયો આપી દેવા તેને, અવિનય ન ગણાય તો ઇમ્મેચ્યોર તથા બેજવાબદાર લખાણ કહી શકાય.

    ગુલાબદાસભાઇએ જાણ્યે કરતાં અજાણ્યે એર રસપ્રદ વિષય છેડ્યો છે. તેમનું પ્રથમ વિધાન એ છે કે તંત્રી હોય એટલે સાહિત્યનો રસિયો હોવો જોઇએ. આ સિધ્ધાંતને આવરી લેવામાં હરકત નથી. તંત્રી માત્ર સાહિત્યનો, રમતગમતનો, અર્થશાસ્ત્રનો, રાજકારણનો, કલ્ચરનો અને ખાસ તો પત્રકારત્વનો શોખીન હોવો જ જોઇએ. બને છે એવું કે ઘણી વાર સાહિત્યપ્રેમી, સંસ્કારપ્રેમી, અને સમાજનેતા જેવા ફરંદા તંત્રીઓ આ એકસ્ટ્રા કરિક્યુલર પ્રવૃતિઓમાં વધુ પડતા લીન થઇને અખબારને કદાચ જફા પહોંચાડે છે. આપણે ત્યાં સાહિત્યિક પત્રકારત્વ વિશે વાત કરવાની એક ફેશન થઇ પડી છે. હકીકતમાં સાહિત્યિક પત્રકારત્વ એક મિસનોમર છે. એક માણસ સાહિત્યકાર હોય તો જ તે સાચા પત્રકાર થઇ શકે એવો ભ્રમ પણ ક્યારેક ફેલાવવામાં આવે છે. અખબારોની દુનિયામાં પહેલું કદમ મૂકવા માગનાર યુવકયુવતીઓ સબ-એડિટર થવા માટેની અરજામાં અચૂક લખે છે કે મને સાહિત્યનો બહુ શોખ છે અને મેં શાળાના સામિયકમાં હાઇકુ લખ્યું હતું. અખબારી લખાણ પણ ક્યારેક ક્રિયેટિવ હોઇ શકે છે. સાહિત્ય પણ ક્યારેક બિનસર્જનાત્મક કે નોન-ક્રિયેટિવ હોય છે. વાસ્તવમાં સાહિત્ય અને પત્રકારત્વ એ બે એકદમ ભિન્ન જણસો છે.

    એક સાહિત્યકાર સારો તંત્રી બની શકે છે, ન પણ બની શકે. એનામાં પત્રકારત્વ કેટલું છે તેની ઉપર પત્રકારત્વની સિધ્ધિનો આધાર છે. એક માણસ સાહિત્યકાર હોય તો જ સારો તંત્રી બની શકે એવી ગર્ભિત ઇશારત તોફાની ગણાય. એક પત્રકાર સારો સાહિત્યકાર હોઇ પણ શકે, ન પણ હોય. કોઇક તંત્રી ઊંચી કક્ષાનો કવિ કે નવલકથાકાર હોઇ પણ શકે. સાહિત્ય અને પત્રકારત્વ નથી પરસ્પરના પર્યાયરૂપ કે નથી પરસ્પરના પૂરક કે નથી પરસ્પરના વિરોધી. એક તંત્રી પત્તાની રમીની રમત સારી રીતે રમી શકે અથવા તો શાસ્ત્રીય કંઠ્ય સંગીત સુચારુ રીતે ગાઇ શકે. બીજો તંત્રી ન પણ ગાઇ શકે. તંત્રીપણામાં આ બધી બાબતો એકસ્ટ્રાન્યુઅસ કે ફાલતુ ગણાય. ધ ટેસ્ટ ઓફ ધ પુડિંગ ઇઝ ઇન ધ ઇટિંગ. રવિન્દ્રનાથ ટાગોર કેવી રેશમી કફની પહેરતા હતા કે કેવી દાઢી રાખતા હતા એવાત ગૌણ છે. તેમની કવિતા કેવી છે એ મહત્વનું છે. કવિતાની અને દાઢીની ભેળસેળ કરવી એ તો ડિસિન્ફેર્મેશન ફેલાવવા બરાબર ગણાય. સાહિત્યની અને પત્રકારત્વની ભેળસેળ કરવી એને પણ એક પ્રકારની ડિસઇન્ફેર્મેશન કહેવાય. અમે કોથળામાં પાંચશેરી મૂકીને મારતા નથી. અમારો મુદ્દો એ જ છે કે સવારના પહોરમાં અખબારની જે નકલ ન્યૂઝસ્ટોલ ઉપર અફળાય છે, એ નકલ(કોપી) કે અંક (ઇશ્યૂ) એના તંત્રીની ગુણવત્તાની ( કે તેના અભાવની) છડી પોકારે છે. ક્લિયર? અહીં ચર્ચા બિનઅંગત અને સૈધ્ધાંતિક સ્તરે થઇ રહી છે. મુરબ્બી ગુલાબદાસભાઇ બ્રોકર, મુરબ્બી જેહાનભાઇ દારૂવાલા અને મુરબ્બી હરિન્દ્રભાઇ દવે અમારે મન સન્માનનીય વડીલો છે. અમે હરિન્દ્રભાઇના હાથ તળે પત્રકારત્વના કેટલાક એથિકલ અને ડિસન્ટ સિધ્ધાંતો શીખ્યા છીએ.

    અહીં જે ચર્ચા કરી છે તે એકેડેમિક છે. ગુજરાતીઓ ભાગ્યે જ નિખાસલપણે અને મોકળે મને વાદવિવાદ કરતા હોય છે. તેરી બી ચુપ મેરી બી ચુપ એ કહેવત મૂળ ગુજરાતમાં પડી હોવી જોઇએ. ગુજરાતીમાં સાહિત્યકાર તંત્રી હોય કે બિન સાહિત્યકાર તંત્રી હોય પણ પત્રકારત્વનું ધોરણ અતિશય નીચું છે. સફેદ કાગળ, કાળી શાહી,ઢંગધડા વિનાની તસવીરો, જેવાંતેવાં કાર્ટૂનો, સુઘડ ઓફસેટ પ્રિન્ટિંગ અને હવે કલર એટલે અખબાર એવી છાપ દૂર થવી જોઇએ. અહેવાલો અધ્ધર અધ્ધર અને ડૂચાની જેમ લખાયેલા હોય છે. ન્યૂઝસેન્સનો અભાવ છે. અગ્રલેખો કાં તો સિલી અને કાં તો તફડાવેલા હોય છે. એકાદ વિરલ અપવાદને બાદ કરતાં કટારો ફક્ત જગ્યા પૂરણી માટે હોય છે. કયાંય એકસેલન્સ જોવા મળતું નથી. સૌ એકબીજાની પીઠ થાબડીને આત્મસંતોષનો ઓડકાર ખાય છે. ખોટા માણસો સર્વ વ્યવસાયોની જેમ અખબારોની કચેરીઓમાં અને અખબારી શિક્ષણ આપતી પત્રકારત્વની લેભાગુ શાળાઓમાં ચપ્પટ ગોઠવાઇ ગયા છે. આપણે છાપું કેવું હોય,તંત્રી કેવો હોય, કટાર લેખક કેવો હોય, સમાચારો કેવા હોય તેને વિશે એકદમ સગવડિયાં,ખોટા અને હાથચાલાકીભર્યા નોર્મ્સ સમાજ ઉપર ઠોકી બેસાડયાં છે. સત્ય બહુ વરવું અને ચચરે તેવું હોય છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ