-
આપણે જૈન પત્રકારત્વની વાતો કરતા હતા. આ જૈન પત્રકારત્વ શું છે? સાહિત્ય પરિષદ વખતે આવો જ એક લેભાગુ શબ્દસમૂહ પ્રચલિત થયો હતોઃ સાહિત્યિક પત્રકારત્વ. સમકાલીને ત્યારે કહ્યું હતું કે સાહિત્ય પણ નહીં અને પત્રકારત્વ પણ નહીં એને સાહિત્યિક પત્રકારત્વ કહેવાય. હમ ભી ડિગ કહીને એક લુંગીવાળા સજ્જન,ખબર છે,ઔદીચ્યોની ન્યાતની પંગતમાં ઘૂસી ગયા હતા? જ્યારે માણસ પાસે કશું જ ટિમ્બર ન હોય ત્યારે ટપ્પર વિનાનો આવો માણસ બિલ્લાબાજી શરૂ કરે છે.ગુજરાતી દૈનિકોમાં અને સામયિકોમાં સેંકડો “કટારલેખકો” છે. માર કટારી મર જાના, હો અખિયાં કિસીસે ના હો મિલાના ના એવું ગાઇને મુખ મરડીને વાચકો( ઍડ્વોકેટોએ હમણાં વડી અદાલતના ન્યાયાધીશોનો કર્યો હતો તેમ) બહિષ્કાર કરે છે. આવા સજ્જનોને,બેંકોના પીઆરઓની જેમ, પત્રકાર કહેવડાવવાનો અભરખો હોય છે.
પત્રકારત્વ એટલે જાણે ગાબુજી ગાબુજી ગમ ગમ હોય એમ સૌ તૂટી પડ્યા છે. પત્રકાર છે ક્યાં? બતાવો એક. તે ભણેલો હોવો જોઇએ. તેને ગ્રામર આવડવું જોઇએ. આજે તો છાપાંવાળાઓ તો અત્યંત સુંદરતા એમ કહે છે. અત્યંત તો ક્રિયાવિશેષ અવયવ(એડવર્બ) છે અને અત્યંત સુંદર કહેવાય પણ અત્યંત સુંદરતા ન કહેવાય એ તેઓ સમજી નથી શકતા. વિશેષણ હમેશાં નામને ક્વોલિફાય કરે અને ક્રિયાવિશેષણ અવ્યવ હમેશાં વિશેષણને મોડિફાય કરે એ વાત સમજ બહાર છે. જે પત્રકારની જોડણી અને તેનું અનુસ્વારનું જ્ઞાન પરફેક્ટ હોય એની નવા પત્રકારો મશ્કરી કરે છેઃ આ તો હ્સ્વ ઇ દીર્ઘ ઈવાળો છે. કેટલા ગુજરાતી પત્રકારોને આજે અંગ્રેજી કે ગુજરાતી ડિકશનેરી જોતાં આવડે છે? કેટલાને માઇથોલોજીનું, સાહિત્યનું, આઝાદીની લડતનું, બંધારણનું કે દેશોના રાજકારણનું ભાન છે? જનરલ નોલેજમાં અને આઇક્યૂમાં ક્યાં ઊભા છે?
પત્રકાર બનવું હોય તો બાર વર્ષની ઉંમરથી 32 વર્ષની ઉંમર સુધી રોજ પાંચ કલાક છાપાં વાંચવા પડે. ઉઠમણામાં, સગાઇઓમાં, લાયન્સ કલબમાં, કોકટેઇલ પાર્ટીઓમાં, લગ્નસમારંભોમાં અને પિકનિકોમાં જવાનું પત્રકારને ન પોસાય. આજે તો ફુટકળિયા અને તીનપાટિયા લોકો છાતી ઉપર પત્રકારનો બિલ્લો લઇને ફરે છે. તેમના પ્રોડક્શનમાં તેમની બેવકૂફી રોજ દેખાય છે. તેમને પત્રકાર કહેવડાવવાના હેવા છે. એક હાથમાં ફાઇવફાઇવફાઇવ અને બીજામાં વ્હિસ્કીનો ગ્લાસ રાખીને ફાઇવસ્ટાર હોટેલમાં ફર્યા અને મફતિયા ખાણીપીણી કરી એટલે તેમને લાગે છે કે તેઓ પત્રકાર બની ગયા. પછી તેઓ જૈન પત્રકારત્વ, કોળી પત્રકારત્વ, બ્રાહ્મણ પત્રકારત્વ અને ખેતવાડી પત્રકારત્વની પરિષદો ભરીને મોઢા ઉપર ગિલીટ લગાડીને ફર્યા કરે છે.