2021માં કોરોનાની વેક્સિન બજારમાં આવશે તેવી ચાલી રહેલી અટકળો વચ્ચે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ફરી સરકારને તીખા સવાલ કર્યા છે.
રાહુલ ગાંધીએ લોજિસ્ટિક કંપનીના સીઈઓ સુનીલ નાયરનો ઈન્ટરવ્યૂ ટ્વિટર પર શેર કરીને સવાલ પૂછ્યો છે.રાહુલ ગાંધીએ કહ્યુ છે કે, શું દરેક ભારતીય સુધી વેક્સિન પહોંચાડવા માટેની રણનીતિ સરકાર પાસે છે.વેક્સિન સ્ટોર કરવા માટે અને તેને ટ્રાન્સપોર્ટ કરવા માટે માઈનસ 70 ડિગ્રી તાપમાનની ક્ષમતા ધરાવતા સ્ટોરેજની જરુર પડશે.આ ઉપરાંત રસીની હેરફેર પણ આ જ પ્રકારના વાતાવરણમાં કરવી પડશે.આ ક્ષમતા ભારતમાં કોઈ લોજિસ્ટિક કંપની પાસે નથી.ભારતમાં માઈનસ 40 ડિગ્રીથી વધારે ક્ષમતા ધરાવતા સ્ટોરેજ છે જ નહી.