કોરોના વાઇરસ મહામારી અને વાયુપ્રદૂષણના સ્તરને જોતાં હરિયાણાએ ફટાકડા ફોડવા સામે પ્રતિબંધ અમલી કરવાની યોજના ઘડી કાઢી હતી. પરંતુ યોજનામાં યુ ટર્ન લેતાં હરિયાણાના મુખ્યપ્રધાન મનોહર ખટ્ટરે રવિવારે જણાવ્યું હતું કે લોકો બે કલાક ફટાકડા ફોડી શકશે.
પંજાબ સરકારે નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલને જણાવ્યું છે કે પંજાબનો કોઇ વિસ્તાર એનસીઆર પ્રદેશમાં ના આવતો હોવાથી ફટાકડાના ઉપયોગ સામે પ્રતિબંધ મૂકવાની જરૂર નથી. પંજાબ સરકારે જણાવ્યું હતું કે અમૃતસર, લુધિયાણા, મંડી ગોવિંદગઢ, પતિયાલા, જાલંધર અને ખન્ના શહેરમાં વાયુ ગુણવત્તા નિયમન મથકો ઊભાં કરવામાં આવેલાં છે.