હરિયાણામાં ભાજપે અનેક પડકારોનો સામનો કરી મોટી જીત હાંસલ કરી છે. હરિયાણાના ચૂંટણી પરિણામે સૌને ચોંકાવી દીધા છે. સતત ત્રીજી વખત જીત મળતાં ભાજપના કાર્યકરોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર ટ્વિટ કરી હરિયાણાના કાર્યકરોને અભિનંદન પાઠવ્યા હતા. આ ઉપરાંત તેઓ રાત્રે 8 વાગ્યે દિલ્હી સ્થિત ભાજપના મુખ્ય કાર્યાલય ભાજપના કાર્યકરોને સંબોધિત કરવા માટે પહોંચ્યા છે. અહીં વડાપ્રધાન મોદીનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું.