હરિયાણા વિધાનસભાની ચૂંટણી પ્રચાર દરમિયાન પંચકુલામાં એક મોટી ઘટના બની હતી. જેમાં રાયપુરરાની પાસેના ભરૌલી ગામમાં કાલકા સીટના કોંગ્રેસના ઉમેદવાર અને ધારાસભ્ય પ્રદીપ ચૌધરીના કાફલા પર ફાયરિંગ થયું હતું. સમગ્ર ઘટનામાં કાફલામાં હાજર પ્રદીપ ચૌધરીના બે સમર્થકો ગોલ્ડી અને દિનેશને ગોળી વાગી જતા ગંભીર હાલતમાં તેમને ચંદીગઢ પીજીઆઈમાં રીફર કરવામાં આવ્યા છે. ફાયરિંગના બનાવથી ઘટનાસ્થળ પર અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. જ્યારે હુમલાખોરોની હજુ સુધી ઓળખ થઈ શકી નથી.