હરિયાણાની 90 વિધાનસબા બેઠકો માટે પાંચમી ઓક્ટોબરે મતદાન યોજાવાનું છે. તમામ પક્ષો રણનીતિ બનાવવામાં અને ઉમેદવારોના નામ ફાઈનલ કરવામાં લાગી ગઈ છે, જોકે હાલ તમામની નજર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના સંભવિત ગઠબંધન પર છે. ગઠબંધન માટે બંને પાર્ટીએ સતત બેઠકો કરી રહી છે. બંને વચ્ચે ઘણા રાઉન્ડની બેઠકો યોજાઈ ગઈ છે, જોકે હજુ સુધી બેઠક વહેંચણી મુદ્દે કમઠાણ ચાલી રહી છે. વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયા પણ ચૂંટણી મેદાનમાં ઉતરવાની ચર્ચાઓ ચાલી રહી છે.