હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે દરેક પક્ષ જોરશોરથી તૈયારીમાં વ્યસ્ત છે. આ દરમિયાન આમ આદમી પાર્ટીએ પણ 11 ઉમેદવારોની ત્રીજી યાદી બહાર પાડી છે. આ યાદીમાં આમ આદમી પાર્ટીએ ભાજપના બળવાખોરોને મહત્ત્વ આપ્યું છે. આપએ સતીશ યાદવને રેવાડીથી ટિકિટ આપી છે. તેઓ આજે જ ભાજપમાંથી આપમાં જોડાયા છે. આ સિવાય ફિલ્મ અભિનેતા રાજકુમાર રાવના સાળા સુનીલ રાવને અટેલી વિધાનસભાથી ટિકિટ આપવામાં આવી છે. તેઓ પણ આજે જ ભાજપ છોડીને આપમાં જોડાયા છે.