અમેરિકાની જાણીતી હાવર્ડ યૂનિવર્સિટીના 100થી વધુ વિદ્યાર્થીઓએ મોદી સરકારને એક પત્ર લખ્યો છે. જેમાં કહેવામાં આવ્યુ છે કે નાગરિકતા સંશોધન કાયદાનો વિરોધ કરી રહેલા જામિયા અને અલીગઢ મુસ્લિમ યૂનિવર્સિટી (AMU)ના વિદ્યાર્થીઓનું હિંસાત્મક દમન કરવામાં આવ્યુ છે. વધુમાં તેમણે કહ્યું છે કે વિરોધ અને અસહમતિ લોકતંત્રનો અભિન્ન ભાગ છે, તેમના અનુસાર વિદ્યાર્થી પર લાઠીચાર્જ અને ટીયર ગેસનો ઉપયોગ કરવો નિંદનિય છે.