બિગ બુલ હર્ષદ મહેતાના શેરબજારના કૌભાંડના 25 વર્ષે વિશેષ અદાલતે 4 આરોપીને સજા ફટકારી. કોર્ટે ગુનાહિત વિશ્વાસઘાત અને બનાવટી દસ્તાવેજોના ગુનાસર આરોપીઓને 3 વર્ષની સજા કરી. ટ્રાયલના અંતે જજે કહ્યું, આ બધું હર્ષદ મહેતા માટે થયું હતું. બેંકના અધિકારીઓએ બેંકને નુકશાન પહોંચાડીને હર્ષદ મહેતાને લાભ કરાવ્યો હોવાના ગુના હેઠળ તેમણે સજા થઈ.