સુરતના હરમિત દેસાઈએ ઈન્ટરનેશનલ ટેબલ ટેનિસમાં વર્લ્ડ રેન્કિંગમાં 100મો ક્રમાંક મેળવ્યો. આ સિદ્ધિ મેળવનાર હરમિત પહેલો ગુજરાતી પ્લેયર બન્યો. થાઈલેન્ડ ઓપનમાં સારો દેખાવ કરતાં તેનું રેન્કિંગ સુધર્યુ. હરમિત અગાઉ ભારતના માત્ર ત્રણ ખેલાડીઓ ટોપ-100માં સ્થાન મેળવી શક્યા છે.